02849 251475

Saptdhara

શ્રી કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ,બોટાદ.

ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધારણા

સ્વર્ણિમ ગુજરાત

અંતર્ગત સપ્તધારા પ્રવૃત્તિ શૈક્ષણિક વર્ષ  – ૨૦૧૫ – ૧૬

જ્ઞાનધારા :-

વ્યાખ્યાન શ્રેણી (૬/૮/૨૦૧૫):

અમારી કૉલેજમાં જ્ઞાનધારા અંતર્ગત તારીખ ૬/૮/૨૦૧૫ના ગુરુવારને રોજ શ્રી અખિલેશ્વર સ્વામીજીની વિડીયો કેસેટ દ્રારા વિધાર્થીઓને ‘ ગૃહસ્થ જીવનની ગરીમા ’ વિષય પર વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવેલ હતું.

પ્રશ્ન મંચ સ્પર્ધા (૧૮/૯/૨૦૧૫):

અમારી કૉલેજમાં જ્ઞાનધારા અંતર્ગત તારીખ ૧૮/૯/૨૦૧૫ના શુક્રવારને રોજ પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય અધ્યયન ,ગુજરાતનો ઇતિહાસ ,ભારતનું બંધારણ અને ગુજરાતી સાહિત્ય વગેરે વિષયના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.રાજેશ જાદવે સંભાળ્યું હતું. જેમાં નીચેના વિદ્યાથીઓ વિજેતા થયા હતા.

૧.પ્રથમ  રુદાતાલા ખોડાભાઈ રમેશભાઈ (ટી.વાય.બી.કોમ.)

૨.દ્રિતીય કાળીયાર પ્રતાપ બાબુભાઈ             ,,

૩.તૃતીય ઝીઝુવાડીયા ચેતન લાભુભાઈ          ,,

 

૨.રંગ કલા કૌશલ્યધારા

અમારી કૉલેજમાં સપ્તાધારા કાર્યક્રમ અંતર્ગત રંગ કલા કૌશલ્ય ધારા તા. ૧૧.૯.૨૦૧૫ન રોજ રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. રંગોળીમાં ૧૪ અને ચિત્ર સ્પર્ધામાં ૧૮ ભાઈ અને બહેનોએ ઉત્સાહભેર પ્રતિનિધિત્વ કરેલ. દરેક સ્પર્ધકોને આચાર્યશ્રીએ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર સ્પર્ધાનું આયોજન પ્રા.શર્મીલાબેન પરાલિયા અને પ્રા.ડૉ.જ્યોતિબેન વિશ્વકર્માએ કર્યું હતું. નિર્ણાયક તરીકે પ્રા. ડૉ.ડી.એચ.ગવલી અને પ્રા.યુ.એ.મિયાણાસાહેબે સેવા આપી હતી. જેમાં વિજેતા ક્રમાંક પ્રાપ્ત કરેલ સ્પર્ધકો નીચે મુજબ છે.

 રંગોળી સ્પર્ધા :-

૧.સોસા બકુલ                   -પ્રથમ ક્રમાંક

૨.ભીમાની વૈશાખી               -દ્રિતીય ક્રમાંક

૩.સોલંકી વિજય                 -તૃતીય ક્રમાંક

ચિત્ર સ્પર્ધા :-

૧.સડાટ ક્રિષ્ના                  -પ્રથમ ક્રમાંક

૨.મકવાણા મિત્તલ              -દ્રિતીય ક્રમાંક

૩.બાવળિયા વિજય              -તૃતીય ક્રમાંક

 

૩.ગીત સંગીત નૃત્યધારા     :-

દેશ ભક્તિ ગીત ગાન સ્પર્ધા (૧૬/૧/૨૦૧૬)

અમારી કૉલેજમાં ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત તા.૧૬/૧/૨૦૧૬ના રોજ દેશ ભક્તિ ગીત ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રા.ડૉ.જ્યોતિબેન વિશ્વકર્માએ કર્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે પ્રા.ડૉ.રાજેશ્વરીબહેન પટેલે સેવા બજાવી હતી..૧૨ સ્પર્ધકોએ રજુ કરેલ ગીતમાંથી ઝવેરચંદ મેધાણીના ‘રક્ત ટપકતી સો સો ઝોળી …’ તેમજ ‘ડંકો વાગ્યો રણબંકા …જેવા ગીતોએ શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.

૧.રાઠોડ હિરલ                  -પ્રથમ ક્રમાંક

૨.શેખલીયા અશોક              -દ્રિતીય ક્રમાંક

૩.રાઠોડ દિવ્યરાજ              -તૃતીય ક્રમાંક

 

૪.સર્જનાત્મક અભિવ્યક્તિધારા       :-

નિબંધ લેખન સ્પર્ધા (૨૧/૩/૨૦૧૬)

અમારી કૉલેજમાં તારીખ ૨૫/૧/૨૦૧૬ના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાના નિમિત્તે તારીખ ૨૧/૧/૨૦૧૬ના રોજ  સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધના વિષયો નીચે મુજબ રાખવામાં આવ્યા હતા.

૧.લોકશાહીમાં મતદાતાની મતદાન પ્રત્યેની જાગૃતતા

૨.ભારતીય બંધારણની વિશિષતાઓ

જેમાં નીચેના વિદ્યાર્થીઓએ વિજેતા થયા હતા.

૧.પ્રથમ મકવાણા નિમિષા એમ.

૨.દ્રિતીય ઉમરાળીયા ગોપી સી.

૩.તૃતિય જીલીયા સેજલ બી.

 

૫.સામુદાયિક સેવાધારા   :-

વૃક્ષારોપણ કાર્યક્રમ (૧૬/૯/૨૦૧૫)

કવિ કૉલેજમાં તારીખ ૧૬/૯/૨૦૧૫ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યશ્રી ડૉ.એ.જે.મકવાણાસાહેબશ્રી ,ડૉ.પટેલસાહેબશ્રી અને કોલેજના અધ્યાપક્શ્રીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગને શોભાવવા મહિલા કોલેજના પ્રા.ડૉ.સોંદરવાસાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ‘ વૃક્ષોનું જતન અને પર્યાવરણ ’ વિષય પર માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. ગ્રંથપાલશ્રી યોગેશભાઈ આચાર્ય ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભૂતપૂર્વ એન.સી.સી. કેડેટ કોરડીયા આરતી અને વર્તમાન એન.સી.સી.ની બહેનોએ પણ ૧૦ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાની જવાબદારી લીધી હતી.

થેલેસેમિયા ટેસ્ટ (૫ /૮/૨૦૧૫):-

અમારી કૉલેજમાં સામુદાયિક સેવા ધારા અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તા.૫ /૮/૨૦૧૫ના રોજ રાહત દરે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ્યોજાઈ ગયો. પ્રિ.ડૉ.એ.જે.મકવાણાસાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કેમ્પમાં કોલેજના ૪૪૨ વિધાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ માટે લોહીના સેમ્પલો આપ્યા હતા. થેલેસેમિયા ટેસ્ટ શા માટે ? તે અંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી સંપૂર્ણ માહિતી આપી વાકેફ કર્યા હતા.આ કેમ્પને સફળ બનાવવામાં પ્રા.ડૉ.એમ.કે.પટેલસાહેબે ભારે જહેમત ઉઠાવી હતી.

સ્વચ્છ ભારત અભિયાન (  ૨૫/૯/૨૦૧૫ ) :-

અમારી કૉલેજમાં તારીખ ૨૫/૯/૨૦૧૫ના રોજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કૉલેજ સ્ટાફ અને વિધાર્થી અને વિધાર્થીનીઓ દ્રારા કૉલેજ કેમ્પસમાં જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

 

૬.નાટયધારા:-

અમારી કૉલેજમાં ૧૫/૧૧/૨૦૧૫ ના રોજ નાટ્ય ધારા અંતર્ગત નાટ્ય શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં પ્રા.ડૉ.જે.જી.રાવલસાહેબે નાટક અંગે રસભર વિધાર્થીઓને માહિતી આપી હતી. અને વિધાર્થી પ્રિયંકા ઝાલાએ એકપાત્રીય અભિનય નાટક ભજવ્યું હતું.

 

૭.વ્યાયામ ખેલ કૂદ યોગધારા:-

‘ HELTH IS WELTH ’ અને ‘ તંદુરસ્ત મનમાં તંદુરસ્ત શરીરમાં રહે છે ’ આ કહેવતો આ ધારાનું મહત્વ દર્શાવે છે.

યોગ દિવસ (૨૧/૬/૨૦૧૫)

કવિ કૉલેજના મેદાનમાં તારીખ ૨૧/૬/૨૦૧૫ના રોજ શ્રી જીતસિંહસાહેબે કોલેજના અધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓને યોગ દિવસના નિમિત્તે વિવિધ યોગ શીખવામાં આવ્યા હતા.

ક્રોસ કન્ટ્રી દોડ સ્પર્ધા (૧૨.૫ કિ.મી.)(૧૯/૭/૨૦૧૫)     :-

અમારી કૉલેજમાં ક્રોસ કન્ટ્રી દોડ વ્યાયામ ખેલ કૂદ યોગધારા અંતર્ગત કૉલેજ કેમ્પસ ખાતે તા.૧૯/૭/૨૦૧૫ન રોજ કરવામાં આવેલ.જેમાં કોલેજના ૫૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ૪૬ સ્પર્ધકોએ આ અંતર સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

ચેસ ૧૫/૯ ૨૦૧૫ થી ૧૭/૯/૨૦૧૫ :-

આ સ્પર્ધામાં ૧૯ ખેલાડીઓએ ભાગ લીધેલ દરેક ખેલાડીને ૭ સ્પર્ધા કરાવેલ જેમાં વધુ ગુણ પ્રાપ્ત કરનાર ખેલાડીઓમાંથી ક્રમાનુસાર ૬ ખેલાડીઓને વિજેતા જાહેર કરેલ.

કબડ્ડી  ૬/૧૦/૨૦૧૫ અને અને હેન્ડ બોલ ૨૯/૧૦/૨૦૧૫ :-

આ રમતોમાં રસ ધરાવનાર ખેલાડીઓને ૧૫-૧૫ દિવસની પ્રેક્ટિસ દરમ્યાન ઉત્તમ ૧૨ ખેલાડીઓની પસંદગી કરેલ જે ટીમ ઇન્ટર કૉલેજમાં સ્પર્ધા રમવા ગયેલ અને સારો દેખાવ કરેલ.