02849 251475

NCC Girls

 
3 Gujarat Girls N.C.C. Year 2016-17
 

  • તારીખ-૨૧-૬-૨૦૧૬ ‘વિશ્વયોગદિન’ નિમિતે બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલમાં C.C ની કેડેટોએ યોગાસનો કરી ઉત્શાહ પૂર્વક વિશ્વયોગદિનની ઉજવણી કરી હતી.
  • ૧૬-૭-૧૬ ના રોજ Y N.C.C  ના એનરોલમેન્ટ માટે એસ.આર.શુક્લ સાહેબ આવ્યા હતા.જેમાં ૨૨ કેડેટનું સિલેક્શન થયું હતું.
  • ૧૯-૭-૧૬ ના રોજ સિદ્સર મુકામે NIC કેમ્પ માટે રાઠોડ મિત્તલ અને રાઠોડ હિરલનું સિલેક્શન થયું હતું.જયાંથી આગળ તે બંને કેડેટોનું થામણા કેમ્પમાં પણ સિલેક્શન થયું હતું.જ્યાં આખરી સિલેક્શનમાં સિલેક્ટ થઈને દિલ્હી કેમ્પમાં જોડાયા.
  • ૧૧-૮-૧૬ ના રોજ અમારી કોલેજનાં ગ્રંથપાલ શ્રી યોગેશભાઈ આચાર્ય તેમજ Y N.C.C નાં સિનીયર અંડર ઓફિસર ગોહિલ કાજલનાં સહયોગથી ૫૦ ગુણની ટેસ્ટ પરીક્ષા ગોઠવવામાં આવી હતી.
  • ૧૩-૮-૧૬ નાં રોજ અમારી કોલેજના પ્રિન્સિપાલ શ્રી મકવાણા સાહેબે C.C ની કેડેટોને જીવનમાં N.C.C અને શિક્ષણનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. તેમજ એક નાગરિક તરીકે રાષ્ટ્ર પ્રત્યેની આપણી શું ફરજ હોય શકે તેની વાત કરી હતી.આ ઉપરાંત શિક્ષણ અને જીવનનાં સંગમની વાત કરી મોટીવેટ કર્યા હતા. તો અમારી કોલેજના અધ્યાપક અને બોયજ N.C.C નાં ANO ડૉ.ગોહિલ સાહેબે પણ N.C.C નાં કેડેટ તરીકેની ભૂમિકાનું મહત્વ સમજાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
  • ૧૫-૮-૧૬ નાં રોજ ૧૫મી ઓગસ્ટનાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે C.C ની તમામ કેડેટો ઉત્સાહ પૂર્વક જોડાઈ હતી.
  • ૨૦-૮-૧૬ નાં રોજ C.C કેડેટ્સ ‘વ્યસન મુક્તિ’ અને ‘બેટી બચાવો’ રેલીમાં છેક વિદ્યાભારતીથી સમગ્ર બોટાદ શહેરમાં સુત્રોચાર સાથે પગપાળા જોડાયા હતા.
  • ૩-૯-૧૬ થી ૧૨-૯-૧૬ દરમિયાન CATC કેમ્પમાં સિદ્સર મુકામે ‘B’ અને ‘C’ સર્ટીની કુલ ૧૫ કેડેટો જોડાઈ હતી.જેમાં ફાઈરિંગ અને બેસ્ટ કેડેટમાં પ્રથમ ક્રમે આવી ગોહિલ કાજલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.આ ઉપરાંત કેમ્પ સિનીયરની અગત્યની ભૂમિકા પણ ભજવી હતી.ગ્રુપ સોંગમાં ડાંગીયા હીના,ગોહિલ કાજલ,બાવળિયા ઉષા અને ચાંચિયા દામિનીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.ઉપરાંત લાઈન એરિયામાં બોટાદકર કોલેજની કેડેટો પ્રથમ આવી હતી.કુલ ૪૯૬ કેડેટોમાંથી ગાર્ડમાં ૭ કેડેટમાંની આપણી ૧ કેડેટ ગોહિલ કાજલ સિલેક્ટ થઈ હતી, તો પાયલટીંગમાં કોયપણ ૨ કેડેટમાની બંને કેડેટ આપણી કોલેજની વાઘેલા પ્રિયા અને અને બારડ તેજલનું સિલેક્શન થયું હતું.આ પ્રથમ કેમ્પમાં બધી જ ઇવેન્ટમાં આપણી કોલેજની કેડેટો પ્રથમ રહી હતી.જે કોલેજની એક સિદ્ધિ ગણાવી શકાય.
  • દર ગુરુવારે વિદ્યાભારતીનાં મેદાનમાં સવારે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી પરેડ અને ૧૧:૩૦ થી ૧૨ C.C પરીક્ષાનું માર્ગદર્શન આપવા આવે છે.